<strong>પાટણઃ</strong> હાલના સમયમાં એક તરફ લોકો પોતાના સંતાનના જન્મદિવસમાં ડેકોરેશન, જમવા સહિત અનેક વ્યવસ્થાના નામ પર હજારો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે ત્યારે પાટણના સાંતલપુર તાલુકાના બી.આર.સીએ પોતાના દીકરાનો પ્રથમ જન્મદિવસ તાલુકાના વિકલાંગ બાળકો સાથે ઉજવઈ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. સાંતલપુર તાલુકાના બી.આર.સી ભવન વારાહી ખાતે બી.આર.સી પ્રજેશભાઇ પ્રજાપતિએ પોતાના દીકરા અથર્વનો પ્રથમ જન્મદિવસ પર કાંઇક અલગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી તેમણે જન્મદિવસ પર મોંઘા કપડા કે જમણવારનો ખર્ચ ના કરતા સાંતલપુર તાલુકાના તમામ વિકલાંગ બાળકો સાથે કેક કાપવાનો નિર્ણય લીધો હતો. પ્રજેશભાઇએ સાંતલપુર તાલુકાના વિકલાંગ બાળકોને પોતાના દીકરા સાથેની ટી-શર્ટ ભેટમાં આપી હતી. સાથે બાળકોને ભોજન પણ અપાયુ હતું. પ્રજેશભાઇના આ સરાહનીય પગલાની સૌ કોઇ વખાણ કરી રહ્યા છે.
from gujarat https://ift.tt/2zRSPFj
No comments:
Post a Comment