<p><strong>મોરબીઃ</strong> મોરબી જિલ્લાના SP જયપાલસિંહ રાઠોડની અમદાવાદમાં ટ્રાન્સફર બાદ તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદાય સમારંભમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરા દરમિયાન પોલીસ અધિકારીઓ તેમજ એસપી જયપાલસિંહ રાઠોડે કલાકારો પર નોટનો વરસાદ કર્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર એસપી જયપાલસિંહ રાઠોરનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આઇપીએસ અધિકારી દ્ધારા નોટોનો વરસાદ કરવાની ઘટનાએ ખૂબ ચર્ચા જગાવી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક પોલીસ જવાનો એસપી જયપાલસિંહ રાઠોડ પર પણ નોટો ઉડાડી રહ્યા છે.</p>
from gujarat https://ift.tt/2mOuDu6
No comments:
Post a Comment