નવી દિલ્હીઃ દિલ્હીમાં કેરલ ભવનમાં એક વ્યક્તિએ ચાકૂ લઇને ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ભારે મહેનત બાદ તે વ્યક્તિની અટકાયત કરી હતી. તે વ્યક્તિ કેરલના મુખ્યમંત્રી પિનારયી વિજયનને મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. આ વ્યક્તિ હાથમાં ચાકૂ અને કેટલા દસ્તાવેજો સાથે ત્યાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તે માનસિક રીતે અસ્વસ્થ હતો. વ્યક્તિની ઓળખ વિમલ રાજ તરીકે થઇ હતી. તેની ધરપકડ કરી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

ડીસીપી (નવી દિલ્હી) મધુ વિહારે કહ્યું કે, કનોટ પ્લેસના પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ કરવામાં આવી અને જણાવવામાં આવ્યું હતું કે કોઇ અજાણી વ્યક્તિ અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેરલના કરિપ્પુઝાના કદાવૂરના રહેવાસી વિમલ રાજને કેરલ હાઉસમાં અટકાયત કરાઇ હતી. પોતાની સાથે લાવેલા દસ્તાવેજથી સાબિત થાય છે કે તે માનસિક અસ્થિર હતો. તેને શહાદરાના આઇબીએસએસ મોકલી દેવામાં આવ્યો છે.

from gujarat https://ift.tt/2nbTyrU
No comments:
Post a Comment