જૂનાગઢમાં અનોખી રીતે કરાઇ વર્લ્ડ લાયન ડેની ઉજવણી, જુઓ વીડિયો

<div>આજે વિશ્વ ભરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાસણ ગીર માં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને સિંહ સંરક્ષણના શપથ સાથે રેલી યોજાઈ હતી.એશીયાટીક સિંહનું અંતિમ નિવાસ સ્થાન એટલે સાસણ ગીરમાં વસતા સિંહોએ ગુજરાતનું ગૌરવ છે ત્યારે સિંહોના સંરક્ષણ અને લોકોમાં જન જાગૃતિ આવે તેવા હેતુ માટે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ગીરમાં કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. <br /><br />આ રેલીનું પ્રસ્થાન વન વિભાગના મુખ્ય વન સંરક્ષક અક્ષય સક્સેનાએ કરાવ્યું હતું જેમાં જૂનાગઢ સીસીએફ ડી.ટી.વસાવડા અને સાસણ ડીએફઓ ડો.મોહન રામ સહીતના વન તંત્રના અધીકારીઓ જોડાયા હતા. સિંહોના સંરક્ષણ મુદ્દે વિદ્યાર્થી મિત્રોને શપથ લેવડાવામાં આવ્યા હતા અને વન્ય પ્રેમી લોકો માટે એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. </div>

from gujarat https://ift.tt/2MyYD8G

No comments:

Post a Comment