ખેડામાંના મહુધા-કઠલાલ રોડ પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. અકસ્માત થતાં નજીકના લોકો દોડી આવ્યા હતા અને હાઈવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. જ્યારે ગામમાં હાલ ગમગીનીનો માહોલ સર્જાયો છે. મહુધા-કઠલાલ રોડ પર પૂર ઝડપે આવી રહેલો રાજસ્થાનનો ટ્રક રિક્ષા સાથે અથડાતા 5 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતાં. રિક્ષામાં સવાર તમામ લોકોના મોત નિરજ્યાં હતાં. એક સાથે 5 લોકોનાં મોતથી મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતા એટલો ગંભીર હતો કે રિક્ષાના કચ્ચરઘાણ નિકળી ગયા હતાં. અકસ્માતના દ્રશ્યો પણ કમકમાટી ભર્યા હતાં. તમામ મૃતકો મુવાડા વિસ્તારના મુસ્લિમ સમાજના હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
from gujarat https://ift.tt/2vNGptO
No comments:
Post a Comment