ભાજપ સરકારના ક્યા ટોચના પ્રધાને હાર્દિકના પ્રશ્નને સંવેદનશીલ ગણાવીને સરકારને તાત્કાલિક ઉકેલ લાવવા કહ્યું, જુઓ વીડિયો

<strong>ગાંધીનગરઃ</strong> નવ દિવસથી ઉપવાસ પર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઇને અત્યાર સુધી સરકાર આંખ આડા કાન કરી રહી છે ત્યારે પ્રથમવાર હાર્દિકના ઉપવાસને લઇને રૂપાણી સરકારના મંત્રીએ નિવેદન આપ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હાર્દિકના ઉપવાસનો અને માંગણીનો મુદ્દો વહેલામાં વહેલી તકે ઉકેલાઇ જવો જરૂરી છે. કુંવરજી બાવળિયાએ હાર્દિક પટેલના ઉપવાસને લઈને ચિંતા વ્યક્ત કરી કુંવરજીએ જણાવ્યું હતું કે હાર્દિકની જે કાંઈ માંગ સાથે આંદોલન કરી રહ્યો છે તેના પર હું કાંઇ વિશેષ કહેવા માંગતો નથી. પરંતુ હું ચોક્કસ એટલું કહીશ કે આ મુદ્દાનો જલદી ઉકેલ લાવવો જોઇએ.  હાર્દિકનો મુદ્દો સંવેદનશીલ છે. નોંધનીય છે કે હાર્દિકે પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવામાફીને લઇને ઉપવાસ શરૂ કર્યા છે.

from gujarat https://ift.tt/2PqIGSQ

No comments:

Post a Comment